બિન સચિવાલય કારકુન પરીક્ષા રદ્દ થવાથી જૂનગાઢ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન - Junagadh news
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: બિન સચિવાલય કારકુન પરીક્ષા રદ્દ થવાને લઈને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા જીલ્લા કલકેટરને આપવામાં આવ્યું હતુ. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જૂની જાહેરાત મુજબ સરકાર દ્વારા પરીક્ષાઓ લેવામાં આવે તેવી માગ કરાઈ હતી. કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા પણ વિરોધ માર્ચ કાઢીને સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને વખોડ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો સાથે કેટલાક વિદ્યાર્થીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા જે પ્રકારે સરકાર દ્વારા પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે વિદ્યાર્થીઓના હિતને વ્યાપક પણે નુકસાનકર્તા છે તેમજ સરકાર દ્વારા જે પ્રકારે પરીક્ષાના અંતિમ દિવસોમાં પરીક્ષાર્થીઓની લાયકાતમાં ફેરફાર કરવા માટે પરીક્ષાઓ રદ્દ કરવાના નિર્ણયને વખોડીને પરીક્ષાઓ જૂની લાયકાત મુજબ લેવાની માગ કરતુ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપ્યું હતું.