વડોદરા: ગુજ્જુ બોય હાર્દિક પંડ્યા પોતાના ક્રિકેટની સાથે સાથે પોતાના અંગત જીવનને કારણે પણ સમાચારમાં રહે છે. ભારતીય ક્રિકેટ ટીમનો આ સ્ટાર ઓલરાઉન્ડર તાજેતરમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયો છે. હાર્દિકે તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લઈ લીધા છે, ત્યારબાદ તેને ઘણી માનસિક સમસ્યાઓનો સામનો કર્યો. એવામાં હાર્દિક તેના પુત્ર અગસ્ત્યથી પણ દૂર રહે છે, કારણ કે તે તેની પત્ની નતાશા સાથે રહે છે.
આ બધી સમસ્યાઓ સાથે, હાર્દિકે 2024 ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કરીને વિશ્વ ચેમ્પિયન બનવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ સાથે હાર્દિકે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ટીમ ઇન્ડિયા માટે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું છે.
ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણીમાં હાર્દિકે અડધી સદીની મદદથી 112 રન બનાવ્યા હતા. આમાં 53 રનની શાનદાર ઇનિંગનો પણ સમાવેશ થાય છે. આ સાથે, હાર્દિકે શ્રેણીમાં 5 વિકેટ પણ ઝડપી છે. ટી20 ભારતીય ટીમ માટે હાર્દિક એક મહત્વપૂર્ણ ઓલરાઉન્ડર બની ગયો છે. આ શ્રેણી પૂર્ણ થયા બાદ હાર્દિક તેના પ્રેમમાં તરફ પાછો ફર્યો છે.
હાર્દિક પંડ્યાની પોસ્ટે હચમચાવી દીધા:
હાર્દિક પંડ્યાને ગાડીઓનો ખૂબ જ શોખ છે. ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી પૂર્ણ થતાં જ તેણે કાર ચલાવવાનું શરૂ કરી દીધું છે. હાર્દિકે કહ્યું કે ગાડી ચલાવીને તેને શાંતિ મળે છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કાર ચલાવવાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. હાર્દિકે પોતાની લક્ઝરી કાર સાથેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે 'આઈ લવ ગુડ ડ્રાઈવ'.
Happy Valentine’s Day ❤️ pic.twitter.com/xYJ7fyWBXy
— hardik pandya (@hardikpandya7) February 14, 2024
જોકે, હાર્દિક ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા તેના પુત્ર અગસ્ત્ય મળ્યો હતો અને તેણે એક તસવીર પણ શેર કરી હતી, તસવીરોમાં હાર્દિક તેના પુત્ર સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે. મીડિયા વર્તુળોમાં હાર્દિકના અફેરની ચર્ચાઓ દરરોજ થતી રહે છે, પરંતુ તેણે હજુ સુધી કોઈની સાથેના સંબંધો વિશે કોઈ સંકેત કે સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ પણ વાંચો: