જામનગરમાં વાહનચાલકોને ગુલાબના ફૂલ આપી હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો
🎬 Watch Now: Feature Video
જામનગર: જિલ્લામાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રોડ પર વાહનચાલકોને ગુલાબના ફૂલ આપી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. હેલ્મેટનો કાયદો દેશમાં અમલી બન્યો છે. અમુક સ્થળોએ હેલ્મેટનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં હેલ્મેટના કારણે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે અને શહેરી વિસ્તારોમાં આમ પણ વાહનની સ્પીડ 30 kph હોય છે. બોમ્બે હાઇકોર્ટના ચુકાદા અનુસાર શહેરી વિસ્તારોમાંથી હેલ્મેટનો કાયદો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. RTO દ્વારા જે નવા નિયમો લાવવામાં આવ્યા છે. જે મોંઘવારી ગરીબ પ્રજા માટે કમરતોડ સાબિત થશે. રાજ્ય સરકારે GSTની જેમ RTOના નવા કાયદા પર ફેર વિચારણા કરવી જોઈએ અને જૂના નિયમો ફરી ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે.