ETV Bharat / bharat

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવશે, ટૂંક સમયમાં થશે તારીખની જાહેરાત - VLADIMIR PUTIN TO VISIT INDIA

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. આ જાણકારી ક્રેમલિનના પ્રેસ સેક્રેટરીએ આપી છે.

વ્લાદિમીર પુતિન, રશિયાના રાષ્ટ્રપતિ (ફાઇલ ફોટો)
વ્લાદિમીર પુતિન, રશિયાના રાષ્ટ્રપતિ (ફાઇલ ફોટો) (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2024, 7:53 PM IST

Updated : Nov 19, 2024, 8:31 PM IST

નવી દિલ્હી/મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. આ માહિતી આપતાં ક્રેમલિનના પ્રેસ સચિવ દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, પુતિન કઈ તારીખે ભારત આવશે તેના પર કામ ચાલી રહ્યું છે.

સમાચાર અનુસાર, બંને પક્ષો મુલાકાતની શક્યતા પર વિચાર કરી રહ્યા છે. જો કે હજુ સુધી કંઈ નક્કી થયું નથી. તમને જણાવી દઈએ કે જુલાઈમાં મોસ્કોમાં બંને નેતાઓ વચ્ચેની વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

ભારત અને રશિયા વચ્ચે ઘણા દાયકાઓ જૂના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ, ઉર્જા અને વેપાર જેવા વિષયો પર વાતચીત થવાની સંભાવના છે. વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે અને વૈશ્વિક રાજકારણ પર પણ તેની ઊંડી અસર પડશે. પુતિનની ભારત મુલાકાતને લઈને ક્રેમલિનના પ્રેસ સેક્રેટરી દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ હવે સમગ્ર વિશ્વની નજર ભારત અને રશિયા પર રહેશે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. બંને નેતાઓ તાજેતરમાં રશિયાના કાઝાનમાં યોજાયેલી બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ શાંતિનો સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, અમે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના મુદ્દા પર સતત સંપર્કમાં છીએ. મોદીએ કહ્યું કે, તેઓ માને છે કે સમસ્યાઓનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે થવો જોઈએ.

પીએમે કહ્યું હતું કે, તેમના માટે ખુશીની વાત છે કે તેમને બ્રિક્સ સમિટ માટે કઝાન જેવા સુંદર શહેરમાં આવવાનો મોકો મળ્યો. કઝાન શહેર સાથે ભારતના ઊંડા અને ઐતિહાસિક સંબંધો છે. તેમણે કહ્યું હતું કે, ભારતના નવા વાણિજ્ય દૂતાવાસની શરૂઆત સાથે, આ સંબંધો વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો:

  1. 'કુંભકરણ ટેક્નોક્રેટ હતો, તે 6 મહિના ઊંઘતો નહોતો ગુપ્ત રીતે યંત્રો બનાવતો હતો', આનંદીબેન પટેલ
  2. મહારાષ્ટ્ર ચૂંટણી: વિરારમાં હંગામો, BJP પર પૈસા વહેંચવાનો આરોપ, BVA બોલી- 5 કરોડ રૂપિયા વહેંચી રહ્યા હતા તાવડે

Last Updated : Nov 19, 2024, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.