આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તે અંગે સુરતના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય... - સુરતનાસમાચાર
🎬 Watch Now: Feature Video
સુરત : રાજ્ય સરકારે અમદાવાદમાં દર વર્ષે યોજાતો રાજ્ય નવરાત્રી ઉત્સવ રદ કર્યો છે. કોરોના કાળમાં સરકારના આ નિર્ણયને લઈ સુરતમાં રહેતા લોકગાયકોએ ખુશી જાહેર કરી છે. લોકગાયક પણ માની રહ્યા છે, કે કોરોના કાળમાં નવરાત્રિનો આયોજન થવું ન જોઈએ, ગરબાનું આયોજન કરતા લોકોના સ્વાસ્થ્ય વધુ મહત્વપૂર્ણ હોય છે. જેથી સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય આવકારદાયક છે.સુરતમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે, આ વખતે ભક્તિના પર્વ અને આરાધના કરી પસાર કરવી જોઈએ જેથી આવનાર વર્ષે ધામધૂમથી ગરબા ઉજવી શકાય છે.