આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તે અંગે ભુજના જાણીતા લોક ગાયકનો અભિપ્રાય... - ETV Bharat News
🎬 Watch Now: Feature Video
કચ્છઃ જિલ્લાના ભૂજ ખાતે નોબત વાદન શહીદ સંગીત ક્ષેત્રે કાર્યરત શૈલેષ જાનીએ કોરોના કાળમાં નવરાત્રીની ઊજવણી થવી જોઈએ તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે, શેરી ગરબામાં માતાજીની આરાધના કરવી જોઇએ તેમ જણાવીને આ કલાકારે કહ્યું હતું કે, છેલ્લા બે દાયકાથી ધીમે ધીમે જે કોમર્શિયલ ગરબી તરફ વળી ગયા હતા તેની સામે હવે સાંસ્કૃતિક સાથે પરંપરાથી માતાજીની આરાધના કરવાનો આ સમય છે. ગોસેવા દેશસેવા સતત 48 દિવસ સુધી એકધારા નોબત વાદતનો રેકોર્ડ ધરાવતા શૈલેષ જાનીએ ETV ભારતને જણાવ્યું હતું કે, નવરાત્રિની ઉજવણી કરવી જોઈએ આ માટે સરકાર વહેલી તકે શેરી ગરબાને નિયમ મુજબ અને ગાઈડલાઈન સાથે મંજૂરી આપવી જોઈએ. જો કે, નવરાત્રી ના નામે જે ડિંડક થતા કોમર્શિયલ આયોજન થાય છે, તે ચોક્કસથી બંધ રાખવા જોઈએ.