મસ્જિદમાં ત્રણ લોકો જ નમાઝ અદા કરી કરશે, પોલીસ અને મુસ્લિમ સમાજની બેઠકમાં લેવાયો નિર્ણય - લોકડાઉન ગુજરાતમાં
🎬 Watch Now: Feature Video
કચ્છઃ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનને અસરકારક બનાવવા કચ્છ જિલ્લાની તમામ મસ્જીદોમાં પાંચ ટાઈમ નમાઝ અદા કરવા માત્ર ત્રણ વ્યક્તિ એકત્ર થઈ શકશે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ તમામ આગેવાનોને આ અપીલ સ્વીકારીની તંત્રને સહકાર આપવા જણાવ્યું છે. કચ્છ બોર્ડર રેન્જ આઇ.જી. સુભાષ ત્રિવેદી અને પશ્ચિમ કચ્છ SP સૌરબ તોલંબીયા દ્વારા મુસ્લિમ સમાજ સાથે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં લોક ડાઉન અને કલમ 144ની અસરકારક અમલવારી થાય તે માટે કચ્છની તમામ મસ્જીદોમાં સમયસર અઝાન પોકારવામાં આવે અને નમાઝ પઢવા એક પેશ ઇમામ અને બે મુકતદી મસ્જીદમાં પ્રવેશ કરીને નમાઝ પઢે અને અન્ય લોકો લોક ડાઉન દરમિયાન પોતાના ઘરોમાં નમાઝ પઢે તેવો અનુરોધ કર્યો હતો. જેનો સ્વીકારીને મુસ્લીમ સમાજ દ્વારા તેનુ અમલીકરણ શરૂ કરવા અનુરોધ કરાયો હતો.