વિરમદળ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનના લીધે માત્ર 2 જ એક્ટિવ કેસ
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા : ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામમાં હાલ બે એક્ટિવ કેસ છે. વિરમદળ ગામમાં પ્રવેશ માટે જરૂર રિપોર્ટ કરાવવો ફરજીયાત છે. સરપંચ ખીમભાઇ દ્વારા જણવ્યું હતું કે, અગાઉ કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો હતો. ત્યારે ખીમભાઇએ અને ગ્રામજનોએ સાથે મળી સ્વૈચ્છિક લોકડાઉન કરી ગામ લોકોની સુખાકારી અને કોરોનાને નાથવા પ્રયાસ કર્યો હતો. વિરમદળમાં માત્ર બે પોઝિટિવ કેસ છે. છેવાડાનો જિલ્લો દેવભૂમિ દ્વારકામાં પણ 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવી જોઇએ તેમ સરપંચ ખીમભાઇએ જણાવ્યું હતું. ગામમાં પ્રથમિક શાળામાં કોઈ પણ સ્થનિક આવે તો ત્યાં આઇસોલેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણયથી ગ્રામજનો પણ આભાર વ્યક્ત કરે છે અને સ્વૈચ્છિક બંધને વિરમદળ ગામ સાર્થક કરે છે.