અમદાવાદ શહેરમાં યુવતી દ્વારા ડેટિંગના નામે છેતરપીંડી - યુવતી સાથે ડેટિંગ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ આજકાલ સમાચારોમાં અનેક પ્રકારની યુવતીઓ સાથે ઓનલાઇન ડેટિંગ કરવાની જાહેરાતો આવતી હોય છે. અને તેના થકી લોકો તેમાં ફોન કરતા હોય છે. બાદમાં આ ડેટિંગ એપ્લીકેશન ચલાવનાર લોકો પૈસા ભરાવે છે અને બાદમાં તે રૂપિયા ચાંઉ કરી ધમકીઓ આપતા હોય છે. આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવકને ઓનલાઇન ડેટિંગ કરવાનું ભારે પડ્યું છે. તેણે સર્વિસ ન મળતા પૈસા પાછા માંગ્યા તો તેને તે યુવતીએ બદનામ કરવાની ધમકી આપી હતી. મુળ પશ્ચિમ બંગાળના કોલકત્તાના અને હાલ અમદાવાદના વસ્ત્રાપુરની મહાવીરનગર સોસાયટીમાં રહેતા પ્રમીત રાય કોઇ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત ડિસેમ્બર માસમાં ઓનલાઇન યુવતી સાથે પ્રમીતને ડેટિંગ કરવાનું મન થતાં તેણે ગગુલ પર ઓનલાઇન ડેટિંગ સર્ચ કર્યું હતું. બાદમાં પ્રમીતે પેમેન્ટ બાબતે પૂછ્યું હતું. બાદમાં મેમ્બર બનવા માટે એક હજાર માંગ્યા હતા. મેમ્બર બન્યા બાદ પ્રમીતને બે છોકરીઓના ફોટો અને વિગતો વોટ્સએપ કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે વધુ પેમેન્ટ કર્યું હતું. પ્રમીત પેમેન્ટ કરતો જતો હતો અને સામે વાળી એજન્સી ધરાવનાર યુવતી તેને છેતરતી જતી હતી. પણ પ્રમિતને કોઇ સર્વિસ ન મળતા એક દિવસ તેણે આ નાણાં રિફન્ડ માંગ્યા હતા. તો સામે વાળી વ્યક્તિએ તેના ડોક્યુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન મૂકીને તેને બદનામ કરી નાખશે તેવી ધમકી આપતા આખરે પ્રમિતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડિમ્પી અને અન્ય એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.