ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં અધધ વધારો - ડુંગળીના ભાવમાં અચાનક તેજી
🎬 Watch Now: Feature Video
ગોંડલઃ દિવાળીના વેકેશન બાદ માર્કેટ યાર્ડ ફરી ધમધમતા થયા છે, ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકનો પ્રારંભ થતાંની સાથે જ ડુંગળીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. એવામાં સોમવારે ગોંડલ માર્કેટ યાર્ડમાં હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રુપિયા 1150 બોલાયો હતો. આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની 6000 બોરીની આવક જોવા મળી હતી. ડુંગળીના ભાવમાં અચાનક તેજી પાછળ માર્કેટ યાર્ડમાં રજાનો માહોલ અને વધુ પડતા વરસાદને કારણે પાક નિષ્ફળ જવાનું કારણ પણ મનાઇ રહ્યું છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં વધારો થતાં ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.