ભુજમાં સામાન્ય મુદ્દે છરી વડે મિત્રની હત્યા કરનારા આરોપીની ધરપકડ - gujarat latest news
🎬 Watch Now: Feature Video
કચ્છ : ભુજ તાલુકાના માધાપર ગામે એક યુવાનની હત્યા અને એક યુવાન પર જીવલેણ હુમલાની ઘટનામાં પોલીસે આરોપી ઈમરાન મામદ સમાને માડવી તાલુકાના મકડા ગામની સીમમાંથી ઝડપી પાડયો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર 12 માર્ચના રોજ માધાપર ગામે રામજી જોગી નામના યુવાનની હત્યા થઈ હતી. જયારે કેતન જોગી નામના યુવાન પર હુમલો થયો હતો. આ કેસના આરોપી ઈમરાન અને રામજી વચ્ચે સામાન્ય મુદે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ છરી વડે હુમલો કરીને હત્યાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે વધુ કેસને લઇ આગળની તપાસ હાથ ધરી છે.