પાટણમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો, નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા - Rain in Patan
🎬 Watch Now: Feature Video
પાટણ: શહેર સહિત જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદી ઝાપટાં પડતાં ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને અસહ્ય બફારાથી રાહત અનુભવી હતી. શહેરના નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદી આંકડા પર નજર કરીએ તો પાટણ તાલુકામાં 32 mm, સિદ્ધપુર તાલુકામાં 22 mm, શંખેશ્વરમા 14 mm, હારિજમાં 4 mm, રાધનપુરમાં 14 mm અને સાંતલપુરમાં 9 mm વરસાદ નોંધાયો છે. સરસ્વતી, સમી અને ચાણસ્મા તાલુકાઓ કોરા રહ્યા હતા.