દશેરા નિમિત્તે રણછોડરાયજીના શસ્ત્રોનું પૂજન કરાયું. - sastra puja in dakor
🎬 Watch Now: Feature Video
ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દશેરા નિમિત્તે રાજા રણછોડરાયના મંદિરમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે પવિત્ર ગોમતી તળાવના કિનારે ભગવાનના શસ્ત્રોને પાલખીમાં લઇ જઈ પૂજન કરવામાં આવ્યું હતું. વિજયાદશમી નિમિતે ભગવાનને ઢાલ, તલવાર, કટાર, ધનુષબાણ સહિતના વિવિધ શસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે.