પાટણમાં દિવાળીના દિવસે વેપારીઓએ કર્યું ચોપડા પૂજન - પાટણ લોકલ ન્યુઝ
🎬 Watch Now: Feature Video
પાટણઃ પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે આધુનિક યુગમાં દુનિયા જ્યારે આંગળીઓના ટેરવે સીમિત બની છે, ત્યારે વેપારીઓ આજે પણ ચોપડા પૂજનની જૂની પરંપરાને જાળવી રાખવામાં આવી છે. વર્ષ દરમિયાન વેપાર ધંધા સાથે સંકળાયેલા શહેરના વેપારીઓએ દિવાળીના દિવસે શુભ ચોઘડિયામાં ચોપડાઓની ખરીદી કરી હતી. ત્યાર બાદ પોતાની પેઢી ઉપર વૈદિક મંત્રોચ્ચાર સાથે ચોપડાઓનું પૂજન કરી નવા વર્ષના ધંધા રોજગારના શ્રી ગણેશ કર્યા હતા.