વલસાડના ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા - ઔરંગા નદી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4042582-thumbnail-3x2-dddd.jpg)
વલસાડ : શહેર નજીકથી વહેતી ઔરંગા નદીમાં ઉરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર આવતા કૈલાશ રોડ ઉપર આવેલા ઔરંગા નદીના બ્રિજ ઉપરથી પાણી ફરી વળ્યાં હતા.ઔરંગા નદીમાં ભારે વરસાદને કારણે ઘોડાપુર આવ્યો હતો. જેના કારણે ઔરંગા નદી ઉપર બનેલો કૈલાશ રોડ બ્રિજ ઉપરથી પાણી ફરી વળ્યાં હતા. જેને લઈને બ્રિજની બંને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી આવગમન માટે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો.