સુરતના જિલ્લાના વિહરા ગામે વધુ એક કેસ કોરોના પોઝિટિવ નોંધાયો - વિહારા ગામે
🎬 Watch Now: Feature Video

સુરતઃ જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત શહેરની સાથે સાથે જિલ્લામાં પણ કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. ઓલપાડ તાલુકાના વિહારા ગામે મંદિર ફળિયામાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ પ્રફુલ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા એરથાણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલ વૃદ્ધની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેઓ ક્યાં ગયા હતા કોના સંપર્કમાં આવ્યા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા દર્દીના પરિવારને હોમકોરોન્ટાઈન કરવાની કામગિરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ તો દર્દીને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બુધવારે વધુ એક કેસ નોંધાતા ઓલપાડ તાલુકામાં કોરોના દર્દીની સંખ્યા 10 થઈ છે અને 2 દર્દી સાજા તેમને રજા આપવામાં આવી છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ કોરોના દર્દીની સંખ્યા 58 થઈ છે.