ETV Bharat / bharat

સુરતમાંથી પકડાયો બાંગ્લાદેશી નાગરિક: પોલીસે અનેક નકલી ઓળખ કાર્ડ સાથે કરી તેની ધરપકડ - BANGLADESHI NATIONAL ARRESTED

SOG એ એક બાંગ્લાદેશી નાગરિકની બહુવિધ નકલી ઓળખ દસ્તાવેજો ધરાવવા અને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરી હતી.

સુરતમાંથી પકડાયો બાંગ્લાદેશી નાગરિક
સુરતમાંથી પકડાયો બાંગ્લાદેશી નાગરિક (ANI)
author img

By ANI

Published : Dec 2, 2024, 1:33 PM IST

સુરત (ANI): શનિવારના રોજ એક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) એ એક બાંગ્લાદેશી નાગરિકની બહુવિધ નકલી ઓળખ દસ્તાવેજો ધરાવવા અને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ મોહમ્મદ હામિદ અબ્દુલ ફકીર તરીકે થઈ છે અને તેની ઉમર 32 વર્ષ છે.

અધિકારીએ જણાવાયું હતું કે, આરોપીઓ પાસેથી નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, બાંગ્લાદેશી રાષ્ટ્રીય ઓળખ કાર્ડ, બાંગ્લાદેશી નિકાહ કાર્ડ અને અન્ય ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસ હાલ આરોપીની પૂછપરછ કરી રહી છે અને જાણવાના પ્રયત્નો કરી રહી છે કે, તેને ભારતમાં પ્રવેશવામાં કોણે મદદ કરી હતી. જે બાદ માહિતી મળી છે કે, બાંગ્લાદેશથી તેના પ્રવાસનું આયોજન કરનાર બાંગ્લાદેશી એજન્ટ જ છે. તેના સુધી પહોંચવાના પ્રયાસો થઈ રહ્યા છે.

આરોપી ફકીર મૂળ બાંગ્લાદેશના ખુલના જિલ્લાનો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે, તે લગભગ સાત વર્ષ પહેલા એક એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળ થઈને ભારત આવ્યો હતો. આરોપીએ વધુમાં જણાવ્યું કે, તે કોલકાતામાં નકલી દસ્તાવેજો મેળવીને સુરત આવ્યો હતો.

અગાઉ, ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ પાકિસ્તાની એજન્ટ સાથે કોસ્ટ ગાર્ડ જહાજોની હિલચાલની માહિતી શેર કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ દીપેશ ગોહેલ તરીકે થઈ છે, જે પાકિસ્તાની એજન્ટ સાહિમા પાસેથી રોજના 200 રૂપિયા લેતો હતો.

આ પણ વાંચો:

  1. EVM હેક કરવાનો દાવો કરનાર વ્યક્તિ સામે ECએ પોલીસ ફરિયાદ નોંધાવી
  2. BSFની અતૂટ પ્રતિબદ્ધતા, હિંમત, સેવા અને બલિદાન આપણને દરરોજ પ્રેરણા આપે છે: રાહુલ ગાંધી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.