ડાંગના આહવામાં આવેલું પૌરાણિક દંડકેશ્વર મહાદેવ મંદિરના કરો દર્શન - દંડકેશ્વર મંદિર
🎬 Watch Now: Feature Video
ડાંગ: જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ દંડકેશ્વર મહાદેવ મંદિરનો પ્રથમ જિર્ણોદ્વાર સને 1927માં થયો હતો. પૌરાણિક ગાથા અનુસાર સમુદ્રમંથન પહેલા ભગવાન સદાશિવનો કંઠ સ્વેત હતો. જેથી આ મંદિરમાં બિરાજમાન શિવલિંગ સ્વેત રંગનું છે. જેના આધારે કહી શકાય છે કે, આ શિવલિંગ સમુદ્રમંથન પહેલાનું છે. સમુદ્રમંથન બાદ નિર્માણ પામેલા શિવમંદિરોમાં શ્યામવર્ણના શિવલિંગની જ સ્થાપના થઈ હોવાનું અનુમાન છે. દંડકેશ્વર મંદિરના પૂજારી વિજયભાઈ મધુકરભાઈ જોષી જણાવે છે કે, મહાશિવરાત્રી, શ્રાવણ માસ, ગણપતિ અને નવરાત્રી વખતે મોટા પ્રોગ્રામોનું આયોજીત થાય છે. દિવાળીના નવા પર્વ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. ભાવિક ભક્તો દૂધ, બિલીપત્ર ચઠાવવામાં આવે છે. આ સાથે જ ધૂન-ભજનના કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવે છે. 1 ડિસેમ્બર થી 7 ડિસેમ્બર સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં પ્રાતઃ કાલે અને સંધ્યા સમયે આરતી થાય છે.