NSUI દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું, વાલીઓના હીતમાં 6 માસની ફી માફીની માગ - NSUI દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ જિલ્લામાં NSUI દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓની પ્રથમ સેમેસ્ટરની 6 માસની ફી માફ કરવાની માગ કરી હતી. NSUI પ્રમુખ વ્રજ પટેલે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કોરોનાના કારણે દરેક તબક્કાના લોકોને આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે, ત્યારે આ સમયે ફી ભરવા માટે અનેક સમસ્યાઓ સર્જાઇ છે, જો આવા સમયે સરકાર આર્થિક પેકેજ જાહેર કરતી હોય તો વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં 6 માસની ફી માફી કરવી જોઇએ તેવી અમારી માગ છે.