ડીસામાં NSUIએ પોલીસ કર્મચારીઓનું સમ્માન કર્યું - news of deesa
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠા: જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હતી. ખાસ કરીને ડીસા શહેરમાં લોકડાઉન દરમિયાન પોલીસ જવાનો રાત-દિવસ પોતાના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકોની સુરક્ષા માટે તૈનાત હતા. જેથી ડીસા NSUIએ પોલીસની આ કામગીરીને લઇને પોલીસ કર્મચારીઓનું સમ્માન કર્યું હતું. આ સાથે જ NSUIએ પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય નિરોગી બની રહે તે માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી.