બીટ કોઈન ચર્ચિત નિશા ગોંડલિયાની ETV Bharat સાથે ખાસ વાતચીત - બીટ કોઈન પ્રકરણ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ બહુચર્ચિત બીટ કોઈન પ્રકરણથી ચર્ચામાં આવેલી નિશા ગોંડલિયાનો કથિત વીડિયો વાયરલ થતા સોમવારે સાંજે 5 વાગ્યે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવા પહોંચી હતી. નિશા ગોંડલિયાએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, તેને બદનામ કરવા માટે કાવતરું કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા નિશા ગોંડલિયા પર આરાધના ધામ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભુમાફીયો જયેશ પટેલ અને યશપાલ જાડેજા દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહી છે. નિશા ગોંડલિયા પર જ્યારે ફાયરિંગ કરવામાં આવ્યું. ત્યારે તે હોસ્પિટલમાં દાખલ હતી. તે વખતે તેનો વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો. આજે નિશા ગોંડલિયાએ સાઇબર ક્રાઈમ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને SOG ટીમ તપાસ કરી રહી છે. જિલ્લા પોલીસ વડાને નિશા ગોંડલિયાએ રજૂઆત કરી હતી અને ગુનેગારો સામે તાત્કાલિક પગલા લેવાની માગ પણ કરી છે.