જામનગરમાં વરસાદ પડતા લાખોટા તળાવમાં નવા નીરની આવક - નવા નીરની આવક
🎬 Watch Now: Feature Video
જામનગરઃ પંથકમાં ભારે વરસાદ પડતા લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. જામનગરની મધ્ય આવેલા લાખોટા તળાવમાં નવા નીરનું આગમન થતાં મોટી સંખ્યામાં શહેરીજનો જોવા માટે ઊમટ્યા હતાં. જામનગરમાં 1 થી 9 ઈંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે.