કોલકાતા (ઈડન ગાર્ડન્સ): ભારતીય ક્રિકેટ ટીમે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ T20 મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ જીતવા માટેના 133 રનના ટાર્ગેટને 12.5 ઓવરમાં 43 બોલ બાકી રહેતા 3 વિકેટના નુકસાન પર 133 રન બનાવીને હાંસલ કરી લીધો અને 7 વિકેટે જીત મેળવી લીધી. ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાં ઈંગ્લેન્ડ સામે બોલના મામલે ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત છે.
ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું: આ મેચમાં સંજુ સેમસન અને અભિષેક શર્મા ભારત માટે ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા હતા. આ બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 4.2 ઓવરમાં 41 રન જોડ્યા હતા. ભારતને પહેલો ફટકો સંજુના રૂપમાં લાગ્યો હતો. જોફ્રા આર્ચરે તેને 26 રન પર પેવેલિયન મોકલ્યો હતો. પોતાની ઈનિંગ દરમિયાન સંજુએ 130ના સ્ટ્રાઈક રેટથી 20 બોલમાં 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ શૂન્ય રને જોફ્રા આર્ચરના બોલ પર વિકેટકીપર ફિલ સોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો.
Abhishek Sharma's explosive knock outclassed England in the T20I series opener in Kolkata 💥#INDvENG 📝: https://t.co/9nrI1DaGqi pic.twitter.com/aLigXoyyaN
— ICC (@ICC) January 22, 2025
અભિષેકે રમી તોફાની અડધી સદીની ઇનિંગ્સ: આ પછી અભિષેક શર્માએ પોતાનું આક્રમક વલણ ચાલુ રાખ્યું. તિલક વર્મા સાથે મળીને તેણે ત્રીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 20 બોલમાં 3 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. અભિષેક શર્માએ 232.35ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટ સાથે 33 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 79 રનની તોફાની ઈનિંગ રમી હતી. ભારત તરફથી તિલક વર્માએ 19 રન અને હાર્દિક પંડ્યાએ 3 રન બનાવ્યા હતા. આ સાથે ભારતે 7 વિકેટે જીત મેળવી હતી.
Abhishek Sharma weaving magic and how! 🪄
— BCCI (@BCCI) January 22, 2025
Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs #TeamIndia | #INDvENG | @IamAbhiSharma4 | @IDFCFIRSTBank pic.twitter.com/5xhtG6IN1F
ઈંગ્લેન્ડ માટે બટલરે સૌથી વધુ રન બનાવ્યા: ફિલ સોલ્ટ અને બેન ડકેટ ઈંગ્લેન્ડ તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા હતા. સોલ્ટ શૂન્ય પર અર્શદીપ અને 4 રને ડકેટનો શિકાર બન્યો હતો. આ પછી વરુણે હેરી બ્રુકને 17 અને લિયામ લિગિન્સ્ટનને શૂન્ય પર આઉટ કર્યા હતા. જેકબ બેથેલ 7 રન, જેમી ઓવરટોન 2 અને ગસ એટકિન્સન 2 રન બનાવીને આઉટ થયા હતા. જોફ્રા આર્ચરે 10, આદિલ રાશિદે 8 અને માર્ક વૂડે 1 રન બનાવ્યો હતો.
𝗔 𝗱𝗼𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗵𝗼𝘄 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗘𝗱𝗲𝗻 𝗚𝗮𝗿𝗱𝗲𝗻𝘀! 💪 💪#TeamIndia off to a flying start in the T20I series, sealing a 7⃣-wicket win! 👏 👏
— BCCI (@BCCI) January 22, 2025
Follow The Match ▶️ https://t.co/4jwTIC5zzs#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/hoUcLWCEIP
Battling hard to get us to a defendable total 👊
— England Cricket (@englandcricket) January 22, 2025
Another captain's knock from Jos 👏 pic.twitter.com/RjSTqLreQK
ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે અડધી સદી ફટકારી હતી. તેણે ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. બટલરે 42 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 68 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયા માટે વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 17, અક્ષર પટેલે 4 ઓવરમાં 22 રન આપીને અને હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 42 રન આપીને 2-2 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: