thumbnail

By

Published : Sep 7, 2020, 5:32 PM IST

ETV Bharat / Videos

રાજકોટ: ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક શરુ

રાજકોટ: ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક શરુ થઈ ગઈ છે. પ્રથમ દિવસે જ માર્કેટ યાર્ડમાં નવા કપાસની 15થી 20 ભારીની આવક જોવા મળી હતી. આ સાથે જ વેપારીઓએ સોમવારે નવા કપાસની આવક સાથે હરાજીમાં ખરીદીના શ્રીગણેશ કર્યા હતા. નવા કપાસની ખરીદીના પ્રારંભમાં વેપારીઓએ શુકનના મુહૂર્તમાં 2 ભારી કપાસની હરાજી કરી હતી. જેમાં 20 કિલો કપાસના ભાવ રૂપિયા 2101 બોલાયા હતાં. ગત વર્ષે નવા કપાસના શુકનના ભાવ રૂપિયા 1201 બોલાયા હતા. જયારે આ વર્ષે ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવકનો પ્રારંભ થયો છે. ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે વેપારીઓએ ડબલ ભાવ સાથે નવા કપાસની ખરીદીના શ્રીગણેશ કર્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.