ખેડા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, પોઝિટિવ યુવાનને દાખલ ન કર્યો
🎬 Watch Now: Feature Video
ખેડાઃ ડાકોર ખાતે રણછોડરાયજી મંદિર નજીક આવેલા માળીવાળા ખાંચામાં રહેતા એક 32 વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ કરાવાયો હતો. આ યુવાનને નડીયાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી યુવાનને આઈસોલેટ કર્યા કે દાખલ કર્યા વિના એકલો જ ઘરે મોકલી દેવાયો હતો. જેને લઈ આસપાસના રહીશો સહિત સમગ્ર વિસ્તારમાં સંક્રમણના ભયનો માહોલ સર્જાયો હતો. જો કે ડાકોર ખાતે પહોંચેલા યુવાન અંગે જાણ થતા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા યુવાનને નડીયાદ એન.ડી. દેસાઈ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. તેમજ સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઈન કરવા તેમજ વિસ્તારને સેનેટાઈઝ કરી માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે, દિવસે દિવસે જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારીને પગલે કોરોના સંક્રમણનું જોખમ ઉભું થયું હતુ. અગાઉ પણ આરોગ્ય વિભાગ દ્વારા ગંભીર બેદરકારી દાખવી નડિયાદ શહેરમાં સ્મશાનમાં કોરોના દર્દીનો અર્ધબળેલો મૃતદેહ છોડી દેવાયો હતો.