ગાંધીજીના જન્મસ્થળે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન 2020 અંતર્ગત નેવી દ્વારા લાઈવ બેન્ડ કોન્સર્ટ યોજાશે - ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન 2020
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે મોટાભાગના મંદિરો અને રાષ્ટ્રીય સ્મારકો બંધ છે. પરંતુ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન 2020 અંતર્ગત ભારત સરકારના ગૃહ વિભાગના આદેશ અનુસાર પશ્ચિમ વિભાગના જુદા-જુદા સ્થળે તારીખ 1 થી31 ઓગસ્ટ સુધી લાઈવ બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કીર્તિમંદિર ખાતે તારીખ 1લી ઓગસ્ટે લાઈવ બેન્ડ કોન્સર્ટનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં નોવેલ બેન્ડ અને લાઈવ પ્રસારણ ટીમ સિવાય કોઈને હાજર ન રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. આથી કીર્તિમંદિર સંચાલન સમિતિ દ્વારા આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું કીર્તિમંદિર સંચાલન સમિતિના સભ્ય સચિવ કે.વીબાટીએ જણાવ્યું હતું.