જનતા કરફ્યૂ વચ્ચે નવસારી APMC માર્કેટ શરૂ - Navsari APMC market continues amid masses curfew
🎬 Watch Now: Feature Video
નવસારી: કોરોનાને કોમ્યુનિટી લેવલ પર ફેલાતો અટકાવવા ભારત સરકાર દ્વારા આજે જનતા કરફ્યૂની અપીલ કરવામાં આવી છે. જેમાં તંત્ર સહિત નવસારીની જનતાએ સહકાર આપતા નવસારી સજ્જડ બંધ રહ્યુ છે, પરંતુ શાકભાજીને લઈને લોકોને અગવડતા ન પડે એ હેતુથી નવસારી APMC માર્કેટ ચાલુ રાખવામાં આવી છે. આ સાથે જ APMC મેનેજમેન્ટ દ્વારા સોસાયટી કે એપાર્ટમેન્ટના લોકોને જથ્થાબંધ શાકભાજી પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં APMC શાકભાજીની ટ્રાન્સપોર્ટેશન ચાર્જ નહીંં લે, પણ શાકભાજીનું બીલ ગ્રાહક પાસેથી લેશે.