‘બરસો રે મેઘા મેઘા...’, નર્મદા ડેમની જળસપાટી 121.38 મીટર સુધી પહોંચી - પાણીની સપાટીમાં વધારો
🎬 Watch Now: Feature Video
નર્મદાઃ સરદાર સરોવરના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના પગલે પાણી આવક સારી થઇ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદ પડતા નર્મદાની મુખ્યકેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. અગાઉ 12,000 ક્યુસેક છોડાતું હતું. જે આજના દિવસે 5,554 ક્યુસેક કરી દેવામાં આવ્યું છે. પાણીની જાવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 24 કલાકમાં 20 સેન્ટિમીટર વધી છે. આજે પાણીની આવક 17,927 ક્યુસેક થઇ છે. પાણીની આવક સતત રહેતા સરદાર સરોવરમાં લાઈવ સ્ટોરેજ પાણી 1587.58 મિલિયન ક્યુબીક મીટર થયું છે અને મુખ્ય કેનાલમાં 5,554 પાણી છોડાય રહ્યું છે. જેનું મુખ્ય કારણ છે કે, રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે નર્મદા ડેમની જળસપાટી 121.38 મીટર થઇ છે. આ ડેમ આગામી ઉનાળા માટે પાણીના વપરાશ માટે સક્ષમ બની રહ્યો છે.