Murder Case Surat: હત્યાનો મામલો પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાંખ્યો - મુન્ના એજન્સી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 18, 2021, 1:23 PM IST

Updated : Dec 18, 2021, 1:34 PM IST

બુધવારના રોજ ઓલપાડ તાલુકામાં કુદસદ ગામના મુન્ના એજન્સી (Munna Agency) એક આધેડની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે કીમ પોલીસે (Kim police) ગણતરીની કલાકોમાં જ હત્યારાને (Murder Case Surat)દબોચી લીધો હતો અને ઘટનાની સધન તપાસ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ઓલપાડ તાલુકાના કુદસદ ગામ ખાતે બુધવારના રોજ મુન્ના એજન્સીમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના 65 વર્ષીય વાલજીભાઈ રામજીભાઈ સોલંકી બિલ્ડીંગમાં એકલા જ રહેતા હતા, તેની સવારે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા કીમ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘટના સ્થળેથી પોલીસને હત્યામાં વપરાયેલા ચપ્પુ, પેચ્યું સહિત જરૂરી વસ્તુઓ કબ્જે કરી હત્યારાના કોલર સુધી પહોંચી વળવા ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે કીમ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી લીધો હતો અને તેની કડક પૂછપરછ કરતા વીનું પરમાર નામના હત્યારાએ મૃતક વાલજી પરમાર સાથે બોલાચાલી થયાના લીધે તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાનું કબલ્યુ હતું અને પોલીસને ગેરમાર્ગે દોરવા મૃતદેહ પાસે નિરોધ, તૂટેલી બંગડીઓ, મરચાની ભૂકી મૂકી ફરાર થઈ ગયો હોવાનું કબુલ્યું હતું ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું પંચો સાથે રાખી રી-કન્ટ્રક્શન કર્યું હતું અને આરોપીની વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી.
Last Updated : Dec 18, 2021, 1:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.