ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટના મકાન ધારકોને પાણી કનેક્શન કાપવાની નગરપાલિકાની નોટિસ - cut off water connection
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તકના નર્મદા એપાર્ટમેન્ટના 200થી વધુ મકાનો અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. વારંવાર અહીં સ્લેબ તૂટી પડવાની ઘટના બને છે. રહીશો જીવના જોખમ વચ્ચે જર્જરિત બિલ્ડીંગમાં જીવન વ્યતિત કરતા નગર પાલિકા દ્વારા અગાઉ વારંવાર મકાન ઉતારી લેવા અથવા ખાલી કરવા રહીશોને નોટિસ આપી હતી. જો કે, રહીશો પાસે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તેઓ જીવન જોખમે મકાનમાં વસવાટ કરી રહ્યા છે. ખખડધજ બનેલી બિલ્ડીંગ આવનારા સમયમાં મોટી દુર્ઘટના નોતરે એવી દહેશતના પગલે નગરપાલિકા દ્વારા રહીશોને પાણીના કનેક્શન કાપવાની નોટિસ ફટકારી છે અને મકાનો ખાલી કરવા સૂચના આપી છે.