ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકા કારોબારી પરિષદની મીટીંગ દ્વારકા નગરપાલિકા ખાતે યોજાઈ - દ્વારકા તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
દ્વારકાઃ ગુજરાત રાજ્યની અંદાજે 162 નગરપાલિકાઓની એક કારોબારી સંગઠન છે. ગુજરાત રાજ્ય નગરપાલિકા કારોબારી સંગઠન પરિષદની મીટીંગ દેવભૂમિ દ્વારકા નગરપાલિકા કચેરીએ યોજાઇ હતી. આ કારોબારી મિટિંગમાં ગુજરાત રાજ્ય નગરપાલિકા કારોબારીના 2019ના કાર્યોને બહાલી આપવામાં આવી હતી. તેમજ ગત વર્ષના તમામ હિસાબોની ઓડિટ તૈયાર કરી મંજૂરી બહાલ કરવામાં આવી હતી. તેમજ નગરપાલિકાઓના પ્રશ્નો બાબતે હાઇકોર્ટમાં જ કરવામાં આવેલી રીટ અંગે પણ તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આગામી સામાન્ય સભાનું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું હતું.
Last Updated : Jan 5, 2020, 12:15 PM IST