અમદાવાદમાં બજેટ બોર્ડમાં સ્કૂલ બોર્ડની ચર્ચા સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનનો માહોલ ગરમાયો - Ahmedabad News
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમવાર અને મંગળવારે બે દિવસ બજેટસત્ર યોજાનાર છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા બજેટ ઉપરાંતના લાઈબ્રેરી અને સ્કૂલબોર્ડના બજેટ અંગે શાસક અને વિપક્ષી સભ્યો ચર્ચા કરશે. સ્કૂલ બોર્ડ અંગે ચર્ચા કરતા કોર્પોરેશનનો માહોલ ગરમાયો હતો. શાહનવાઝને સ્કૂલ બોર્ડ પર ચર્ચા કરવા અને મુદ્દાની વાત કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાં અને ભાજપના કાઉન્સિલરો વેલમાં ધસી આવતા માહોલ ઉગ્ર બન્યો હતો. વિપક્ષના નેતા દિનેશ શર્માએ માફી માંગી મામલો થાળે પાડ્યો હતો.