thumbnail

By

Published : Feb 21, 2021, 1:36 PM IST

ETV Bharat / Videos

જામનગરમાં નવા ગામ ગોપાલ કુમાર છાત્રાલયમાં સાંસદ પૂનમ માડમે કર્યૂ મતદાન

જામનગરઃ રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે રવિવારે મતદાન થઈ રહ્યું છે, ત્યારે સાંસદ પૂનમ માડમને નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ગોપાલ કુમાર છાત્રાલયમાં મતદાન કર્યું છે. સાંસદ પૂનમ માડમે અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે નવાગામ ઘેડ વિસ્તારમાં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી છે. જામનગરમાં સવારના 7થી 10 વાગ્યા સુધીમાં એકંદરે ઓછું વોટિંગ થયું છે. જોકે, સાંસદ પૂનમ માડમ આશા રાખી રહ્યા છે કે સાંજ સુધીમાં જામનગરમાં સારામાં સારું મતદાન થશે. જામનગરમાં છેલ્લા 25 વર્ષથી મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે અને આ વખતે પણ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાય તેવી આશા સાંસદ રાખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.