રાજ્યસભાના ભાજપના ઉમેદવાર દિનેશ અનાવાડીયાએ પરીવાર સાથે માં અંબાના દર્શન કર્યા - CONGRESS
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠાઃ રાજસભાના ભાજપના ઉમેદવાર દિનેશ અનાવાડીયા આજે રવિવારે અંબાજી પહોચ્યા હતા. અંબાજીમાં ભાજપા મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દિનેશ અનાવાડીયાએ પરીવાર સાથે માં અંબાના દર્શન કર્યા હતા. માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવીને આશીર્વાદ લીધા હતા. દિનેશ અનાવાડીયાએ નિવેદન આપ્યું હતું કે, "કોંગ્રેસે મેદાન છોડતા પોતે બિનહરીફ બન્યા છે. તેમજ કહ્યું કે, કોંગ્રેસે મેદાન છોડતા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને કોર્પોરેટરની ચૂંટણીમાં ભાજપા જ જીતશે."
Last Updated : Feb 21, 2021, 5:02 PM IST