બોટાદમાં એક્સપાયરી ડેટનું બિયારણ ખાઈ જતાં ચારથી વધુ ગાયના મોત - latest news of botad
🎬 Watch Now: Feature Video
બોટાદઃ શહેરમાં ભાવનગર રોડ વિસ્તારમાં એન્જોય વોટરપાર્કની સામે નાળુ આવેલું છે તે નાળા પાસે કોઈ એગ્રો વાળાએ એક્સપાયરી ડેટ થઈ ગયેલી હોય તેવુ કપાસિયાનું બિયારણ અંદાજિત 3થી 4 થેલા ભરીને વોકળામાં નાખી દીધું હતું. ત્યાંથી ગાયો નીકળતા તે બિયારણ ખાતા ચારથી પાંચ ગાયોના મોત થયા હતા. આ બાબતે માલધારીને જાણ થતાં સ્થળ ઉપર જઈને જોતા બિયારણની ઢગલો કરેલો હતો. જે ગાયો ખાઈ જતા માલધારીની ગાયોનું મોત થયું હતું, તે માટે માલધારી દ્વારા સરકાર પાસે સહાય તથા એગ્રો વાળા વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.