સુરતમાં ભગવાન ખાટું શ્યામને 500થી પણ વધુ ફૂલોનો શણગાર - surat temple news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5387828-thumbnail-3x2-surat.jpg)
સુરત: શહેરના વીઆઈપી રોડ ખાતે આવેલા ખાટું શ્યામ મંદિરમાં શૃંગાર આરતી જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ શ્રૃંગાર આરતીની ખાસિયત એ હોય છે કે, ભગવાન ખાટું શ્યામને દિવસ દરમિયાન આશરે 500થી પણ વધુ ફૂલો અને ડ્રાયફુટથી શણગારવામાં આવે છે. આ ફૂલો કલકત્તા, મુંબઈ અને વડોદરાથી ખાસ મંગાવવામાં આવે છે. ખાટું શ્યામ મંદિરમાં મંગલ આરતી દરમિયાન દેશ-વિદેશના ફૂલોથી શણગાર કરવામાં આવે છે. ગુજરાતમાં સૌથી મોટું મંદિર ખાટું શ્યામનું માત્ર સુરતમાં છે.