ભરૂચ: આહિર સમાજના 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા - Joined the Congress
🎬 Watch Now: Feature Video
ભરૂચ: જિલ્લાના ચાવજ અને ઝનોર ગામના આહિર સમાજના 100થી વધુ કાર્યકરો આજે મંગળવારે કોંગ્રેસમાં જોડાયા હતા. આહિર સમાજના વિવિધ પ્રશ્નોના સમાધાન લાવવાનું આશ્વાસન મળ્યા બાદ આહિર સમાજના કાર્યકરોએ કોંગ્રેસનો 'હાથ' પકડ્યો હતો. જેમને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણાએ આક્ષેપ કર્યો હતો કે, સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ માત્ર ભાજપના આગેવાનોના જ કામ કરે છે.