ધોરાજી, ઉપલેટામાં આગેવાનો સહિત 100 થી પણ વધુ લોકો ભાજપમાં જોડાયા - MLA Lalit Vasoya
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ધોરાજી, ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્ય લલિત વસોયાના ગઢમાં ચૂંટણી પહેલા ભંગાણ સર્જાયું ઉપલેટા નગરપાલિકાના 2 વર્તમાન કોંગ્રેસના સદસ્યો ધર્મેશ ભાષા, તુપ્તિબા સરવૈયા અને પૂર્વ પ્રમુખ રમેશભાઇ મકવાણા તેમજ અન્ય 2 આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ધોરાજી શહેર અને તાલુકામાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કોંગ્રેસ જિલ્લાના મહામંત્રી વિઠ્ઠલભાઈ હીરપરા, પ્રવીણભાઈ ઢોલરીયા, વિક્રમભાઈ વઘાસિયા સહિતના અનેક આગેવાનો અને 100 થી વધારે લોકોએ ભાજપનો કેસ ધારણ કર્યો હતો આ તકે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજકોટ જિલ્લા ભાજપ ટિમ, જિલ્લા પ્રમુખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.