ખંભાતના રાલજ રોડ પર 10થી વધુ વૃક્ષો ધરાશાયી - Cyclone Tauktae Gujarat
🎬 Watch Now: Feature Video
આણંદ જિલ્લાના ખંભાત દરિયા કાંઠે ત્રાટકેલા તૌકતે વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે. તેવામાં NDRFની બે ટુકડીઓ કામે લાગી છે. ખંભાત રાલજ રોડ પર ઘણી જગ્યાએ ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો રોડ પર પડી જવાના કારણે રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી હતી. જેના કારણે યાતાયત પર અસર જોવા મળી હતી. પુનાથી એરલીફ્ટ કરી ખંભાતમાં મુકવામાં આવેલી NDRFની બે ટુકડીઓ વાવાઝોડામાં આવેલા ભારે પવનના કારણે થયેલા નુકસાનમાં રિલીફ કામગીરીમાં જોડાઈ ગઈ હતી.