મોરબીઃ ધોધમાર વરસાદથી દિવાલ ધરાશાયી - morbi wall collapse
🎬 Watch Now: Feature Video
મોરબીઃ સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ શરૂ છે, ત્યારે મોરબીમાં બપોરના સુમારે દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેમાં કુલ 8 લોકોના મોત થયા છે. અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ આ તમામ મૃતકો મૂળ મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ કલેક્ટર, SP સહિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવકામગીરી હાથ ધરી હતી.