માળિયા નજીકથી 600 બોટલ વિદેશી દારુ ભરેલો ટ્રક જપ્ત કરાયો
🎬 Watch Now: Feature Video
મોરબીઃ હરિયાણાથી મોટા જથ્થામાં દારૂનો મોટો જથ્થો કચ્છથી ગુજરાતમાં ધૂસાડવામાં આવતો હોવાની બાતમીના આધારે આર.આર.સેલ સાયબર સેલની ટીમે વોચ ગોઠવીને માળિયાની સુરજબારી ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈ.જી. સંદીપસિંગના માર્ગદર્શન હેઠળ આર.આર.સાયબર સેલના પી.આઈ. એમ.પ.વાળાના સુચનથી રેન્જમાં દારૂની બદી રોકવાના ભાગ રૂપે આર.આર.સેલ ટીમના સુરેશભાઈ હુંબલ , શક્તીસિંહ ઝાલા , પાલભાઈ, રસિકભાઈ પટેલ અને કુલદીપસિંહ ચુડાસમા ટીમે માહતી મળી હતી કે માળિયા હાઈવે પરથી મોટી સંખ્યામાં દારૂની હેરાફેરી કરવામાં આવાની છે. મોડી રાત્રે એક RJ09 AGB 9896 નંબર ટ્રક શકાસ્પદ હાલતમાં સુરજબારી પુલ નજીકથી પસાર થતા તેને રોકી ચેક કરતા તેમાં તૂટેલ કાચની નીચે એક ચોર ખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડી હરિયાણાથી કચ્છ અને કચ્છથી ગુજરાતમાં ધૂસાડવામાં આવતો હતો, પોલીસ ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૦૨૪ કીમત રૂ.૧૮,૦૭,૨૦૦ મળી આવતા ટ્રક ચાલક રણબીરસિંઘને રોકડ રકમ રૂ.૬૦૦૦, મોબાઈલ કીમત રૂ.૫૦૦ તથા ટ્રક કીમત રૂ.૨૦,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૩૮,૧૩,૭૦૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો અન્ય આરોપી પવનકુમાર રામકુમાર યાદવ, મનોજ યાદવ અને દીપક યાદવ તમામ રહે-હરિયાણા વાળાના નામ ખુલતા તેને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.