મોરબી પેટા ચૂંટણીઃ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ નામાંકન ભર્યું - કોંગ્રેસમાં ભંગાણ
🎬 Watch Now: Feature Video
મોરબીઃ 65 મોરબી-માળિયા વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે ગુરુવારના રોજ મોરબી વિધાનસભા પેટા ચૂંટણી જંગ માટે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ફોર્મ ભર્યું હતું. જો કે ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે જ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હતું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખે ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.