વાવાઝોડાને પગલે ત્રણ દિવસ મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે - morbi APMC will close for three days
🎬 Watch Now: Feature Video
મોરબીઃ મહા વાવાઝોડાને પગલે ગુજરાતભરમાં ભારે વરસાદની શક્યતા છે. જેથી વરસાદી માહોલમાં ખેડૂતોના તૈયાર પાકને નુકસાન ન પહોંચે તે હેતુથી 5 થી 7 નવેમ્બર સુધી એટલે કે 3 દિવસ માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રહેશે. જે અંગે માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંતભાઈ બરાસરા જણાવ્યું હતું કે, સંભવિત વાવાઝોડાની અસરના પગલે ખેડૂતોને મુશ્કેલી સહન ન કરવી પડે, અને વરસાદમાં ખેડૂતોના તૈયાર પાકને નુકસાનથી બચાવવા ત્રણ દિવસ યાર્ડમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી યાર્ડમાં હરાજી સહિતના કામકાજ બંધ રહેશે. ત્રણ દિવસ સુધી ખેડૂતોને આ હરાજી માટે નહીં આવવા સૂચન કર્યું છે.