ઉપલેટાનો મોજ ડેમ ઑવરફ્લો, ડેમના દરવાજા ખોલાતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા - ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 7, 2020, 10:00 PM IST

રાજકોટઃ જિલ્લાના ઉપલેટામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉપલેટા શહેરનો મોજ ડેમ ઑવરફ્લો થયો હતો. જેને લીધે મોજ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારનું ગઢળા ગામ સંપર્ક વિહોણું થયું હતું. આ ઉપરાંત ઉપલેટામાં આવેલી નીચાણવાળી ઈસ્કોન સોસાયટીમાં આશરે 10 જેટલા ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. ઇસ્કોન સોસાયટીમાંના ઘરમાં બે-બે ફૂટ પાણી ભરાયા હતા. ઉપલેટા નગરપાલિકા તંત્ર અને ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું. ઘરવખરીના માલ સામાન સાથે ફસાયેલા વ્યક્તિઓઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.