મોડાસા પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રાવેલ્સ ઝડપી પાડી, 2 શખ્સોની કરી ધરપકડ - અરવલ્લીના ક્રાઈમ ન્યુજ
🎬 Watch Now: Feature Video
મોડાસા: અરવલ્લી જિલ્લાની મોડાસા રૂરલ પોલીસ દ્વારા શામળાજી-હિંમનગર નેશનલ હાઇવે રોડ પર વાહનનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. ચેકિંગ દરમિયાન સફેદ કલરની ટ્રાવેલ્સ બે ઇસમો ભારતીય બનાવટનો વિદેશીદારૂ લઇ અમદાવાદ તરફ જવાના તેવી ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે નાકાબંધી કરવામાં આવી હતી. ટ્રાવેલર્સ ગાડી આવતાં તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. જેમાંથી પેસેન્જરને બેસવાની સીટો નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી રૂપિયા 2,66,400ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે ડ્રાઈવર સહિત એક શખ્સની ધરપકડ કરી હતી. ત્રણ મોબાઇલ ફોન અને વાહન મળી કુલ રૂપિયા 7,70,400નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.