મોડાસાના એક જવેલર્સની દુકાન માંથી ચોરી કરનાર બે ગઠિયાઓ ઝડપાયા - રિદ્ધિ જવેલર્સ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5502519-183-5502519-1577368216629.jpg)
મોડાસાઃ શહેરના ભરચક વિસ્તાર આવેલા મુખ્ય બજારમાં રિદ્ધિ જવેલર્સ નામની દુકાનમાં બે અઠવાડીયા અગાઉ ભર બપોરે એક યુવક વીંટી ખરીદવી છે એમ કહી બે વીંટી પહેરી લીધી અને ત્રીજી કાઉન્ટર પર હતી તે ઉઠાવી ભરચક બજારમાં ભાગી ગયો હતો. આગાઉથી પ્લાન મુજબ થોડે દૂર તેના સાગરિતે ઉભી રાખેલી બાઈક પર બંને શખ્શો ફરાર થઇ ગયા હતા. તપાસનો ધમધમાટ શરૂ થતા ગણતરીના દિવસોમાં આ બન્ને આરોપીઓને મોડાસા ટાઉન પોલીસે દબોચી લીધા હતા. જોકે સમગ્ર વાત કોઇ કારણસર રિદ્ધિ જવેલર્સના મલિક ગોરધન ભાઈ સોનીએ કોઇક કારણોસર લૂંટની ઘટના અંગે ૧૧ દિવસ પછી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ૨૨ ડિસેમ્બરે વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આજુબાજુમાં લાગેલ સીસીટીવી કેમેરા તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસે પોતાના સુત્રોને અલેર્ટ કર્યા હતા જેના પરિણામે બાતમીના આધારે મોડાસા હજીરા વિસ્તારમાંથી રાજેન્દ્રનગર તરફથી બાઈક લઈ આવી રહેલા નિર્મલસિંહ પરબતસિંહ ચૌહાણ અને ધવલ મનહરસિંહ ચૌહાણ ને ચોરેલી વિંટીઓ સહિત 60,000 હજાર ના મુદ્દામાલ સાસાથે ઝડપી લીધા હતા.