ભાવનગર પોલીસ અને ફાયર બ્રિગ્રેડ દ્વારા મોકડ્રીલ યોજાઈ - LATEST NEWS OF BHAVNAGAR

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 25, 2019, 2:30 AM IST

ભાવનગર: માનવસર્જિત કે કુદરતી આફતવેળા તંત્ર તથા બચાવ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓની કામગીરી ચકાસવા તથા આમ આદમીએ આકસ્મિક ઘટના ઘટે ત્યારે શું કરવું, શું ન કરવું, કેવી રીતે સુરક્ષિત રહેવું, તે અંગે પ્રેક્ટીકલ સમજ મળી રહે તે માટે ભાવનગર પોલીસ અને ફાયર બિગ્રેડ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આકસ્મિક રીતે ઘટે તો એ સમયે તંત્ર દ્વારા કેવા પગલાઓ લેવાથી લોકોને આફતમાંથી બચાવી શકાય અને ઉપરાંત બચાવ કામગીરી કરતાં કર્મચારીઓ અધિકારીઓની કાર્યક્ષમતા ચકાસાઈ હતી. શહેરના હાદૅ સમા વિસ્તારમાં આવેલ એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હોય એ પ્રકારની ઘટનાનો ડેમો કરી પોલીસ અને અગ્નિશામક દળના જવાનોએ સુંદર કામગીરી કરી પોતાની કાયૅદક્ષતાનો ઉમદા પરિચય આપ્યો હતો. આ કામગીરીમાં જોડાનાર કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ બિરદાવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.