ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા માટે મોક ટેસ્ટ લેવાયો
🎬 Watch Now: Feature Video
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાઓ માટે બે દિવસ મોક ટેસ્ટ લેવાનું આયોજન કરવામા આવ્યું હતું. સોમવારથી લેવામાં આવનાર બીજા તબક્કાની સ્નાતક કક્ષાની સેમેસ્ટર-6 અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર બે અને ચારની ઓનલાઈન પરીક્ષાઓ પૂર્વે ત્રણ તબક્કામાં ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શનિવારે મોક ટેસ્ટ લેવામાં આવી હતી. પરીક્ષા માટેના સોફ્ટવેરનું મૂલ્યાંકન ક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. સોમવારથી શરૂ થતી ઓનલાઇન પરીક્ષામાં 60,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પ્રથમ 13 પરીક્ષાઓ 31મી ઓગસ્ટે, બીજી 8 પરીક્ષાઓ 9 સપ્ટેમ્બરે અને ત્રીજી 6 પરીક્ષાઓ 19મી સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટીની વેબ સાઇટ પર જાહેર કરવામાં આવ્યો છે.