સુરતના વેસુ વિસ્તારમાં શ્રમજીવી બિલ્ડીંગના 13માં માળેથી પટકાતા ચમત્કારિક બચાવ - surat samachar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5523650-thumbnail-3x2-surat.jpg)
સુરતઃ વેસુમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતી વખતે 13માં માળેથી અકસ્માતે એક યુવક નીચે પટકાયો હતો. જો કે, સદનસીબે નજીકમાં બાંધેલી પાલક સાથે પટકાતા યુવક નીચે સુધી પહોંચતા ચમત્કારિક બચાવ થયો હતો. વેસુ વિસ્તારમાં સંગીની હાઈરાઈઝ કોલોની ખાતે રહેતા રાજેન્દ્રકુમાર છત્તીસગઢના વતની છે. જેની ઉંમર 19 વર્ષની છે. તેઓ કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કામ કરે છે. મંગળવારે તેઓ નિર્માણાધિન સંગીની હાઈરાઈઝ ખાતે 13માં માળે લિફ્ટ મશીનમાંથી સામાન ઉતારતા હતા, તે પાલખાના ટેકા સાથે અટકતા તેઓ નીચે પટકાતા તેમનો ચમત્કારિક બચાવ થયો હતો અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.