અવનારું વર્ષ સુખ-સમૃદ્ધિ આપનારું નીવડે તે માટે રાજ્યપ્રધાન પાટકરે સરપંચો સાથે કર્યું સમૂહ લક્ષ્મી પૂજન - happy Diwali
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9540541-thumbnail-3x2-ioqwe.jpg)
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના ઘોડિપાડા ખાતે ધારાસભ્ય અને રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરે દિવાળી-ધન તેરસની પૂજા કરી નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. રાજ્યપ્રધાન રમણ લાલ પાટકરે પોતાના નિવાસસ્થાન ઘોડિપાડા ખાતે તાલુકાના સામાજિક આગેવાનો, તમામ ગામના સરપંચો, સભ્યોઓને આમંત્રણ પાઠવી તમામની ઉપસ્થિતિમાં સમૂહ લક્ષ્મીપૂજન કર્યું હતું. આગામી નવા વર્ષમાં દેશના નાગરિકોનું જીવન સુખમય પસાર થાય, તમામ પરિવારોના કુટુંબીજનોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, કોરોના પર દેશ કાબુ મેળવે, પોતાના જિલ્લાના તમામ વિકાસના કામો જલ્દી શરૂ થાય સાથે જ સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવા આશિષ માટે સત્યનારાયણની કથાનું પણ આયોજન કર્યું હતું.